Ahemdabad

અમદાવાદ શહેર માં RTI એક્ટિવિસ પર એસ્ટેટ નગર વિકાસ દક્ષિણ ઝોન ના અધિકારી ની લાલ આંખ.

અમદાવાદ શહેર માં RTI એક્ટિવિસ પર એસ્ટેટ નગર વિકાસ દક્ષિણ ઝોન ના અધિકારી ની લાલ આંખ.
Views: 293
0 0

Read Time:3 Minute, 59 Second

અમદાવાદ એડિટર રાકેશ જોષી

અમદાવાદ શહેર માં ટોપ ની બિલાડી ની જેમ ફુલીયા ફાલિયા એવા પોતાની જાત ને RTI એક્ટિવિસ ગણતા લોકો ઘણા સમય થી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના દક્ષિણ ઝોનના એસ્ટેટ વિભાગ માં ગેરકાયદેસર બાંધકામો ને લઈને ખોટી રીતે RTI કરતા હોય છે જેથી ના છૂટકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના દક્ષિણ ઝોનના એસ્ટેટ વિભાગ ના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરે એન્ટી કરપ્શન બ્યુરો, પોલીસ કમિશનર, મુખ્ય પ્રધાન, વડાપ્રધાન અને ગુજરાત હાઈકોર્ટને એક પત્ર લખીને RTI એક્ટિવિસ્ટ બ્લેકમેઈલ કરતા હોવાની ફરિયાદ કરી છે. આ અંગેની વિગતો સામે આવતા જ કેટલાક RTI એક્ટિવિસ્ટો મોબાઈલ સબંધ કરીને બેસી ગયા છે તો કેટલાક લોકો ખોટી બાના બાજી બતાવી રહ્યા Che તો કેટલાક RTI એક્ટિવિસ્ટ ભૂર્ગભય માં ઉતરી ગયા છે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરે RTI એક્ટિવિસ્ટ ઉપર આક્ષેપ કરતો એક પત્ર લખ્યો છે જે ACB, CP, CM, PM, હાઈકોર્ટને લખેલા પત્રમાં RTI એક્ટિવિસ્ટ થકી થતી માનસિક હેરાનગતિ મામલે . એસીબી તરીકે ઓળખાતા એન્ટી કરપ્શન બ્યુરો, શહેર પોલીસ કમિશનર, DCP, CM ભૂપેન્દ્ર પટેલ, PM નરેન્દ્ર મોદી અને ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસને પણ ફિયાદ સ્વરૂપે લખેલા પત્રની નકલ મોકલી છે. ગેરકાયદે બાંધકામો અને તેની સામે AMC ની કાર્યવાહી મામલે ચોક્કસ વ્યક્તિઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના દક્ષિણ ઝોનના એસ્ટેટ વિભાગ આવી ને અધિકારીઓ ને કામના સમય દરમિયાન માનસિક હેરાન કરતા હોવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે. જેમાં એવુ જણાવાયું છે કે, વોટ્સએપ, ફોન કોલ અને ઇમેઇલથી સતત બ્લેકમેલિંગ કરવામાં આવી રહ્યું છે.

દક્ષિણ ઝોનના એસ્ટેટ વિભાગના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરે લખેલા પત્રમાં, કયા RTI એક્ટિવિસ્ટ છેલ્લા કેટલાક ચોક્કસ સમયગાળામાં કેટલી અરજી અને કેટલી આરટીઆઈ કરી તેનો પણ સ્પષ્ટ ઉલ્લેખ નામજોગ કરવામાં આવ્યો છે. કયા એક્ટિવિસ્ટે કેટલી અરજીઓ કરી એનો પણ ખાસ ઉલ્લેખ કરાયો છે. ગેરકાયદે બાંધકામો મામલે AMC નિયમ મુજબ કાર્યવાહી કરતી હોવા છતા RTI થકી હેરાન કરાય છે તેમ પત્રમાં જણાવાયું છે.

આરટીઆઈ એક્ટિવિસ્ટો, દક્ષિણ ઝોનના એસ્ટેટ વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ વિરુદ્ધ ACB માં ફરિયાદ કરવાની ધમકી આપતા હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ કરાયો છે. પત્રની સાથે RTI એક્ટિવિસ્ટોનું લિસ્ટ સાથે ACB માં આપવા માં આવ્યું છે. અધિકારીએ લખેલા પત્રમાં રાજકીય પાર્ટી સાથે ભાજપ-કોંગ્રેસ સાથે સંકળાયેલા કેટલાક નામી ઊંચ હોદા ધરાવતા વ્યક્તિઓના નામનો ઉલ્લેખ કરાયો છેઆ પત્ર અંગે કેટલાક એક્ટિવીસ્ટો ગભરાઈ ગયા છે. જ્યારે કેટલાક એક્ટિવીસ્ટોએ એસ્ટેટ વિભાગ પર આક્ષેપ કર્યા છે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *