એડિટર રાકેશ જોષી
હપાટણ કોંગ્રેસ ના ધારાસભ્ય કિરીટ પટેલ અને પાટણ નગરપાલિકા ના ચીફ ઓફીસર હિરલબેન ઠાકર આમને સામને
પાટણ શહેરમાં હાલમાં જ પાટણ નગરપાલિકા ચીફ ઓફિસર તરીકે હિરલબેન ઠાકરની નિમણૂક કરવામાં આવી છે જેઓ તેમના કામકાજથી ખૂબ ચર્ચામાં છે તેઓ જ્યાં પણ ગયા છે ત્યાં તેમને એક પ્રમાણિક અધિકારીની છાપ છોડી છે તેઓ નીડર અને પ્રમાણિતા થી કામ કરતા આવ્યા છે અને કોઈની પણ ભલામણ ચલાવતા નથી એટલેજ તેમને સરકારી નોકરીમાં 16 વર્ષની કાર્યકાળ કારકિર્દીમાં તેમને આઠ વખત ટ્રાન્સફર કરવામાં આવી છે અને એક વખત સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા ત્યારે બે વખત સરકારશ્રીને પોતે જાતે રાજીનામું પણ આપેલ હતું પણ સરકાર શ્રી દ્વારા તેમનું રાજીનામું સ્વીકારેલવામાં આવેલ નહોતું તેઓ હાલ પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે કાર્યરત છે અગાઉ તેઓ હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે નો કાર્યભાળ સંભાળીને આવેલા છે ત્યાંથી પણ તેમને બહુ માન સન્માન મળેલ જ્યારે પાટણ4શહેરના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના જન્મદિવસ પર કિરીટ પટેલના સમર્થકો દ્વારા કિરીટ પટેલને જન્મદિવસની શુભેચ્છા ના બેનરો લગાવવામાં આવ્યા હતા જેમાં પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકરને ખબર પડતા નગરપાલિકાના માણસો દ્વારા બેનર ઉતારી લેવામાં આવ્યા હતા જેની જાણ ધારાસભ્ય કિરીટ પટેલને તથા તેઓ તાત્કાલિક નગરપાલિકાની ઓફિસે પહોંચી ગયા હતા અને નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર ની સામે બોલાચાલી કરવામાં આવી હતી જેમાં કિરીટ પટેલ દ્વારા જણાવવામાં આવેલ હતું કે અમારા સમર્થકો દ્વારા લગાવવામાં આવેલા જન્મદિવસના બેનરો કેમ હટાવી દેવામાં આવ્યા છે તેવી દલીલો કરતા ધારાસભ્ય કીરિટ પટેલ નજરે પડ્યા હતા. જેમાં નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે જણાવ્યું હતું કે નગરપાલિકાની કોઈપણ જાતની મંજૂરી વગર પાલિકાની જગ્યા પર ગેરકાયદેસર રીતે બેનર લગાવવામાં આવ્યા હતાં જેથી હટાવી લેવામાં આવ્યા હતા જેથી મામલો ઉમ્ર બનતા તાત્કાલિક ધોરણે ઘટના સ્થળ ઉપર પોલીસને બોલાવી લેવામાં આવી હતી અગાઉ પણ કોંગ્રેસના કાર્યકર્તા દ્વારા પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરની ઓફિસમાં કાર્યકર્તા ઘૂસી ગયેલા હતા અને ઉગ્ર બોલા ચાલી પણ થઈ હતી જેમાં ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા હિરલબેન ઠાકોર ના મોબાઈલ પર તું તું મેં મેં પણ જોવા મળી હતી




