અમદાવાદ થલતેજ ખાતે આવેલ પ્રિયા ગેસ એજન્સી
અમદાવાદ એડિટર રાકેશ જોષી
અમદાવાદ: હાલ અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે તેવામાં અનેક દેશો માં પેટ્રોલ અને ગેસ ની અછત જોવા મળી રહી છે તેની અસર ભારત માં પણ જોવા મળી રહી છે ભારત ના અનેક રાજ્યો માં ગેસ ની માગ વધી છે તેવામાં ભારત સરકાર દ્વારા અનેક કડક નવા નિયમો બહાર પાડવામાં આવ્યા છે તેમ છતાં ઘણા એવા લોકો પણ છે કે જેઓ આવી કપરા સમય માં પણ પોતાનો ફાયદો વિચારી રહ્યા છે
પ્રિયા ગેસ એજન્સી ના ટેમ્પા અને રિક્ષા
ગુજરાત રાજ્ય ના અમદાવાદ શહેરમાં પણ ઘણી બધી ગેસ એજન્સી યો ના ટેમ્પા ચાલકો રાંધણ ગેસ ના બાટલા માંથી આશરે 3 થી 4 કિલો ગેસ ની ચોરી કરી ને ગ્રાહકો ને ઊંચા ભાવે વેચાણ કરી ને ગ્રાહકો ની સાથે છેતરપિંડી કરવામાં આવે છે હાલમાંજ આવી એક ગેસ એજન્સી નો પર્દાફાશ થયો છે જેમાં થલતેજ વિસ્તારમાં પ્રિયા ગેસ એજન્સી આવેલી છે તેના ટેમ્પા ચાલકો અમદાવાદ ના શાસ્ત્રી નગર પાસે આવેલ રન્ના પાર્ક પાસે એક સુમસામ રોડ પર અસરે 30 થી 40 ગેસ ના બાટલાઓ નું સીલ ખોલી ને ખુલ્લે આમ લોખંડ ની પાઇપ ની મદદ થી ગેસ ની ચોરી કરતા રંગે હાથ ઝડપાયા છે જેની ફરિયાદ પ્રિયા ગેસ એજન્સી માં કરતા સ્ટાફે પણ ફરિયાદ લેવાનું ટાળ્યું સ્ટાફ પાસે પ્રિયા ગેસ એજન્સી ના માલિક નો સંપર્ક કરવા જણાવેલ પણ સ્ટાફે માલિક નો સંપર્ક ન કરાવ્યો જેથી એવું સ્પષ્ટ થાઈ છે કે ક્યાંકને ક્યાંક એજન્સી ના સ્ટાફ પણ આ સમગ્ર કોભાંડ માં સામેલ હોય તેવું લાગી રહ્યું છે
ગરીબો ને લૂંટનાર આવા ગેસ એજન્સી ના ટેમ્પા ચાલકો અને માલિકો ની સામે ક્યારે થશે કાર્યવાહી
અમદાવાદ ખાતે આવેલ HPCL vijilanc વિભાગ માં ફરિયાદ કરવામાં આવી છે




