Ahemdabad

અમદાવાદ રુલર માં આવેલ બાકરોલ ગામ ની સીમા માં ગેરકાયદેસર ચાલતા ગેસ રિફલિંગ કોભાંડ નો પર્દાફાશ કરતી રુલર પોલીસ

અમદાવાદ રુલર માં આવેલ બાકરોલ ગામ ની સીમા માં ગેરકાયદેસર ચાલતા ગેસ રિફલિંગ કોભાંડ નો પર્દાફાશ કરતી રુલર પોલીસ
Views: 254
0 0

Read Time:7 Minute, 48 Second

અમદાવાદ એડિટર રાકેશજોશી

દિવસે ને દિવસે મોઘવારી વધતી જાય છે જેની અસર ગૃહિણીના બજેટ પર પણ જોવા મળતી હોય છે જેમાં રાંધણ ગેસ ના બાટલા નો ભાવ એક હજાર રૂપિયાની આસપાસ છે અને બ્લેક માં લેવા જાવતો 1200 રૂપિયા માં પડે તેમાં પણ એક મહિનો માણ ચાલે પણ ગૃહિણી યોને ક્યાં ખબર હોય છે કે આપડે જે બાટલો 1200 રૂપિયા આપીને ખરીદી રહ્યા છે તેમાં પહેલથીજ 2 થી 4 કીલો ગેસ ઓછો આવે છે તો આખો મહિનો ક્યાંથી ચાલે છેલ્લા ઘણા સમય થી અમદાવાદ ના છેવાડે આવેલ બાકરોલ ગામ ની સીમા માં ચાલતા ગેસ ચોરી જેમાં નાગરિકો ને ઓછો ગેસ આપીને છેતરપિંડી કરવામાં આવી રહી હતી જેની જાણ રુલર પોલીસ ને થતા પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે જેમાં

એસ.ઓ.જી.શાખા અમદાવાદ ગ્રામ્ય અમદાવાદ નાઓ નો બાતમી મળી હતી જેમાં એસ.ઓ.જી.સ્ટાફના એ.એસ.આઇ મનુભાઇ વજુભાઇ બ.નં.૬૪૨ તથા એ.એસ.આઇ ગોપાલસિંહ સરદારસિંહ બ.ન ૮૧૫ તથા આ.પો.કો હાર્દીકભાઇ રણમલભાઇ બ.ન ૨૮૦ એ રીતે ના કણભા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સાથેના એ.એસ.આઇ મનુભાઇ વજુભાઇ બ.નં.૬૪૨ તથા આ.પો.કો હાર્દીકભાઇ રણમલભાઇ બ.ન ૨૮૦ નાઓને સંયુક્ત રાહે બાતમી હકીકત મળેલ કે , ધામતવણ ગામની સીમમાં આવેલ અજિતસિંહના ખેતરમાં આવેલ ઓરડીમાં કેટલાક ઇસમો રાંધણ ગેસની બોટલોને ગેર કાયદેસર રીતે રીફીલ કરી છુટક વેંચાણ કરે છે અને ગેસની બોટલો નો જથ્થો સંગ્રહ કરે છે. તે હકીકત આધારે બે પંચોના માણસો બોલાવી હકીકતથી વાકેફ કરી સદરી હકીકત વાળી જગ્યાએ રેઇડ કરતા સદર જગ્યાએ ત્રણ ઇસમો હાજર મળી આવેલ જેંમા પ્રથમ ઇસમનુ નામઠામ પુછતા પોતે પોતાનુ નામ યોગેશ ઉર્ફે આર્યન સુરેશભાઇ પંડીત ઉ.વ. ૨૫ રહે.હાલ ધામતવણ અજિતસિંહ બિહોલાની ખેતરમાં આવેલ ઓરડીમાં તા.દસ્ક્રોઇ જી.અમદાવાદ મુળ રહે.આગ્રા ભદોરા ધામ તા.ફતેહાબાદ જી.આગ્રા ઉત્તરપ્રદેશ નો હોવાનુ જણાવેલ. તથા બીજા ઇસમનુ નામઠામ પુછતા પોતે પોતાનુ નામ પવનકુમાર ચંદુ ગૌડ ઉ.વ.૧૯ રહે.હાલ ધામતવણ અજિતસિંહ બિહોલાની ખેતરમાં આવેલ ઓરડીમાં તા.દસ્ક્રોઇ જી.અમદાવાદ મુળ રહે. ૧૧૬ ડો.જાફરવાલી ગલી તુલસી કોલોની ગણેશપુરા મોરેના મધ્ય પ્રદેશ નો હોવાનુ જણાવેલ. તથા ત્રીજા ઇસમનુ નામ ઠામ પુછતા પોતે પોતાનુ નામ જીતેન્દ્ર સુરેશચંદ્ર શર્મા ઉ.વ.૨૯ રહે. હાલ ધામતવણ અજિતસિંહ બિહોલાની ખેતરમાં આવેલ ઓરડીમાં તા.દસ્ક્રોઇ જી.અમદાવાદ મુળ રહે. રામનગર હોસ્પીટલવાડી ગલી ચાંદનીપ્રીન્ટીગ પ્રેસ પાસે ફીરોજાબાદ ઉત્તરપ્રદેશ નો હોવાનુ જણાવેલ. સદર જગ્યાએ ત્રણેય ઇસમોને સાથે રાખી પંચો રૂબરૂ તપાસ કરતા કોમર્શીયલ ગેસ ની બોટલો મળી આવેલ. સદર ત્રણેય ઇસમો પાસે મળી આવેલ ગેસની બોટલોને લગતા કોઇ કાગળો તથા કોઇ પાસ પરમીટ પંચો રૂબરૂ પૂછ-પરછ કરતા કોઇ સંતોષકારક જવાબ આપેલ નહિ જેથી ભરેલ ગેસની બોટલનુ વજન જોતા ૧૯ કિલો ગેસની ક્ષમતા વાળા પ્લાસ્ટીકના રેપરથી શીલબંધ ગો ગેસ કંપનીની કુલ ૫૬ ગેસની બોટલો મળી આવેલ તથા એક શીલ પેક વિનાની ગેસ ભરેલ બોટલ મળી આવેલ જે એક બોટલની કિંમત રૂપિયા ૨૬૦૦/- લેખે કુલ ૫૭ બોટલ ની કિંમત રૂ.૧,૪૮,૨૦૦/-ની ગણેલ. તથા ગો ગેસ ની ખાલી બોટલો નંગ ૦૪ મળી આવેલ. જે એક બોટલની કિંમત રૂપિયા ૧૦૦૦/- લેખે કુલ ૦૪ બોટલ ની કિંમત રૂ.૪,૦૦૦/-ની ગણેલ. તથા ઇન્ડેન ગેસની શીલ કર્યા વિનાની ગેસ ભરેલ કુલ ૦૪ બોટલ મળી આવેલ. જે એક બોટલની કિંમત રૂપિયા ૨૬૦૦/- લેખે કુલ ૦૪ બોટલ ની કિંમત રૂ.૧૦,૪૦૦/-ની ગણેલ. તથા ઇન્ડેન ગેસની ખાલી બોટલ નંગ ૩૦ મળી આવેલ. જે એક બોટલની કિંમત રૂપિયા ૧૦૦૦/- લેખે કુલ ૩૦ બોટલ ની કિંમત રૂ.૩૦,૦૦૦/-ની ગણેલ. તથા એચ.પી. ગેસની ખાલી બોટલ નંગ ૧૦ મળી આવેલ. જે એક બોટલની કિંમત રૂપિયા ૧૦૦૦/- લેખે કુલ ૧૦ બોટલ ની કિંમત રૂ.૧૦,૦૦૦/-ની ગણેલ. તથા ભારત ગેસની ખાલી બોટલ નંગ ૬ મળી આવેલ. જે એક બોટલની કિંમત રૂપિયા ૧૦૦૦/- લેખે કુલ ૬ બોટલ ની કિંમત રૂ.૬,૦૦૦/-ની ગણેલ. તથા વજન કાંટા ના નંગ ૦૨ મળી આવેલ. જે એક વજન કાંટાની કિંમત રૂ.૨૫,૦૦/- લેખે કુલ ૦૨ વજન કાંટાની કિંમત રૂ.૫૦૦૦/-ની ગણેલ. તથા ગેસ રીફીલ કરવાની એક બાજુની પાઇપ સાથેની મોટર નંગ ૦૧ મળી આવેલ. જેની કિંમત રૂ.૧૦,૦૦૦/- ની ગણેલ. સદર ઇસમો પૈકી યોગેશ ઉર્ફે આર્યન સુરેશભાઇ પંડીતની અંગઝડતી માંથી રોકડ રૂ.૧૨,૫૦૦/- તથા એક મોબાઇલ ફોન મળી આવેલ જે જોતા સેમસંગ કંપની નો મોડલ એસ ૨૫ અલ્ટ્રા નો મળી આવેલ જેની કિંમત રૂ.૧,૫૦,૦૦૦/- ની ગણાય તથા બીજા ઈસમ નામે પવનકુમાર ચંદુ ગૌડ ની અંગઝડતી માથી એક મોબાઈલ ફોન મળી આવેલ જે જોતા આઈફોન કંપનીનો મોડલ આઈફોન -૧૪ નો મળી આવેલ જેની કિંમત રૂ.૫૦,૦૦૦/- ની ગણાય તથા ત્રીજા ઈસામ નામે જીતેન્દ્ર સુરેશચંદ્ર શર્મા ની અંગઝડતી માથી એક મોબાઈલ મળી આવેલ જે જોતા ઓપો કંપનીનો જેનો મોડલ નંબર-સી.પી.એચ-૨૫૯૧ નો મળી આવેલ જેની કિંમત રૂ.૫૦૦૦/- ની ગણાય. જેથી ઉ૫રોકત મળી આવેલ ખાલી તથા ભરેલ ગેસની બોટલ નંગ ૧૧૧ તથા વજન કાંટા નંગ ૦૨ તથા મોટર નંગ ૦૧ તથા મોબાઇલ ફોન નંગ ૦૩ તથા રોકડ રૂ.૧૨,૫૦૦/- નો મુદ્દામાલ ની કુલ કિમત રૂ૪,૪૦,૯૦૦/- નો મુદ્દામાલ પંચો રૂબરૂ બી.એન.એન.એસ.૧૦૬ મુજબ વધુ તપાસ અર્થે કબ્જે કરેલ છે. અને આ કામે કલાક ૦૦/૩૦ થી કલાક ૦૨/૩૦ વાગ્યા સુધીનુ પંચનામુ કરવામાં આવેલ છે. તથા આ કામના સામાવાળાઓને બી.એન.એન.એસ. કલમ ૩૫(૧)ઇ મુજબ અટક કરવામાં આવેલ છે. જેથી આ બાબતે સામાવાળા તથા મુદ્દામાલ સંભાળી લઇ મુ.પા ફાડી સ્ટે.ડા.માં નોંધ કરી આગળની તપાસ સારૂ કાગળો રાખી લેવા વિનંતી છે. તા.૦૪/૧૦/૨૦૨૫

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *