અમદાવાદ Editor રાકેશજોષી
9 ઓકોમ્બર એટલે ટપાલ દિવસ
એડવોકેટ પ્રકાશચંદ્ર સોની દ્વારા સંગ્રહિત જૂની ટપાલ ટિકિટો નો અનોખો સંગ્રહઅમદાવાદ નવા વાડજ વિસ્તારમાં રહેતા એડવોકેટ પ્રકાશચંદ્ર કે સોનીએ ચાલીસ વર્ષ ઉપરાંતની જૂની પોસ્ટ ની ટિકિટો ટપાલો તથા યુપીસીના સર્ટીફીકેટો તેમજ અંતરદેશી પત્રો જવાબી પોસ્ટકાર્ડ વિગેરેનો અનોખો સંગ્રહ કરેલો છે. તારીખ 9 10 2025 ના રોજ વિશ્વ ટપાલ છે પહેલાના સમયમાં જવાબી પોસ્ટકાર્ડ લખવામાં આવતા હતા જેમાં સામે વ્યક્તિને ટપાલ લખી તેની સાથે પોતાનું સરનામું લખીને જવાબી પોસ્ટકાર્ડ મોકલવામાં આવતા હતા અને તે પોસ્ટકાર્ડમાં સામેની વ્યક્તિ સમાચાર લખીને મોકલી આપે, આ વખતે 15 પૈસા 25 પૈસા 50 પૈસા ના કાર્ડ હતા અને સમય જતો પોસ્ટકાર્ડ ની કિંમત વધતાં તેની ઉપર ટિકિટ લગાવવામાં આવતી હતી. જૂની ટિકિટોમાં કિસાન, કુદરતી સૌંદર્ય, ભારતીય પોશાક કુટુંબ નિયોજન, અશોક સ્તંભ, ખેડૂત,ઘોડો,મહેલ પાણીયારી, બતક, જીરાફ, બિલાડી, ઇન્દિરા ગાંધી ગાંધીજી, જવાહરલાલ નેહરુ, દેવનારાયણ ભારતના નેતાઓ આભૂષણ ઈમ્પોર્ટેડ વસ્તુઓ રાજીવ ગાંધી સી.વી રામનની વિગેરે 40 આશરે ₹3,500 જેટલી ટિકિટો છે. વધુમાં વ્યવસાયે એડવોકેટ એવા પ્રકાશ ચંદ્ર કે સોનીએ જણાવ્યા પ્રમાણે કોઈ વ્યક્તિ જો રજીસ્ટર રિફ્યુઝ કરે તો તેને યુપીસી થી પત્ર કવર મોકલવામાં આવતા હતા તેવા યુપીસીના સર્ટીફીકેટોમાં એક રૂપિયો બે રૂપિયા તથા ત્રણ રૂપિયાની ટિકિટો લગાવવામાં આવતી હતી અને તે યુપીસી હાલમાં પોસ્ટ દ્વારા બંધ કરવામાં આવેલી છે. એડવોકેટ પ્રકાશ ચંદ્ર કે સોની ને ત્યાં આવતા સાપ્તાહિકો પ્રાક્છિકો કવરો વગેરે ઉપર લગાવવામાં આવતી ટિકિટો પોસ્ટ દ્વારા કેન્સલ કરવામાં આવતી નથી, અને આવી ટિકિટોનો બીજી વખત ઉપયોગ થવાની શક્યતાઓ છે. આ રીતે આવી ટિકિટો તેઓ દ્વારા ઉખાડી પહેલાના આવી ટિકિરો ભેગી ઉપાડી ઉપાડી ભેગી કરવામાં આવેલી છે. પહેલાના સમયમાં ટપાલી ટપાલી લઈને આવે તેની રાહ જોવાની હતી દરેક સમાચાર ટપાલ તથા તારના માધ્યમથી જતા હતા ટપાલો ઘરના દરેક સભ્યો વાંચતા હતા તથા સગા સંબંધીઓને વાંચવા માટે આપતા હતા.શુભ પ્રસંગની ટપાલો લાલ પેન્સિલ લખતા હતા જ્યારે અશોક પ્રસંગની ટપાનો કાળી પેનથી લખાતી હતી. પ્રકાશચંદ્ર સોની પાસે આશરે 500 જેટલી જૂની ટપાલો 100 જેટલા જુના યુપી સીના સર્ટિફિકેટ 35 જેટલા અંતરદેશી પત્રો 40 જેટલા જવાબી પોસ્ટકાર્ડો 30 જેટલા ટપાલો ભરાવા માટેનું એક માળખું પણ આવેલું છે. વધુમાં એડવોકેટ પ્રકાશ ચંદ્ર કે સોની પાસે 65 જેટલી જર્મની અમેરિકા જાપાન થાઈલેન્ડ કેનેડા બ્રિટિશ રાજ્ય વિગેરેની ટિકિટો પણ ભેગી કરેલી છે.હાલના મોબાઈલના તથા કોમ્પ્યુટર અને લેપટોપના તથા ટેકનોલોજીના યુગમાં ટપાલોનું પણ ચલણ ચાલુ રહેલ છે. કોઈનો ફોન મોબાઇલ ફોન બંધ આવતો હોય કે લાગતો ન હોય તો તેવા સમયે ટપાલો પણ લખવામાં આવે છે.




