એડિટર રાકેશ જોષી
અમદાવાદદિનેશ હોલ ખાતે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત કાર્યશાળાનું આયોજનઅમદાવાદ, 10 ઓક્ટોબર:કર્ણાવતી મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા “આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન” અંતર્ગત આજ રોજ દિનેશ હોલ, આશ્રમ રોડ ખાતે મહાનગર કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાનના પ્રદેશ ઈન્ચાર્જ તેમજ રાજ્યના પૂર્વ ગૃહમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે ભારત સદીઓથી આત્મનિર્ભર રહ્યું છે, પરંતુ વિદેશી તાકાતોએ દેશને પરાધીન બનાવ્યો હતો. તેમણે કહ્યું કે, “ભારતીય જનતા પાર્ટી દેશના પ્રત્યેક નાગરિકમાં સ્વદેશી ચીજવસ્તુઓ પ્રત્યે પ્રેમ અને આગ્રહ જગાવી દેશને આત્મનિર્ભર બનાવવા અવિરત પ્રયાસરત છે.”તેમણે ઉમેર્યું કે આવનારા સમયમાં આત્મનિર્ભર ભારત અભિયાનને જનઆંદોલન તરીકે રૂપાંતરિત કરવામાં આવશે. “ટેરર થી ટેરિફ સુધીની લડાઈમાં દેશને વિશ્વફલક પર મજબૂત બનાવવા માટે આત્મનિર્ભરતા જ એકમાત્ર વિકલ્પ છે,” એમ તેમણે ભારપૂર્વક જણાવ્યું.કાર્યક્રમના મુખ્ય વક્તા તથા પ્રદેશ ભાજપાના સહ પ્રવક્તા શ્રી હિતેન્દ્રભાઈ પટેલે અભિયાનની રુપરેખા રજૂ કરતા જણાવ્યું કે સમગ્ર દેશમાં આ અભિયાન 15 સપ્ટેમ્બરથી (પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતિ) શરૂ થઈ 15 ડિસેમ્બર (પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ) સુધી ચાલશે. આ દરમિયાન વિવિધ સ્તરે વેપારીઓ, ઉદ્યોગપતિઓ અને સામાન્ય નાગરિકોમાં સ્વદેશી ચીજવસ્તુઓના ઉપયોગ માટે જનજાગૃતિ લાવવામાં આવશે.મહાનગર અધ્યક્ષ શ્રી પ્રેરકભાઈ શાહે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટી 1સ્વતંત્રતાના સમયથી જ દેશને આત્મનિર્ભર બનાવવા માટે પ્રતિબદ્ધ રહી છે. “પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ અને સ્ટાર્ટઅપ નીતિઓના કારણે આજે ભારત કર્જદારમાંથી કર્જદાતા બન્યું છે,” એમ તેમણે જણાવ્યું.કાર્યશાળામાં મહાનગર ભાજપાના મંત્રી શ્રી હિરેનભાઈ જાદવ દ્વારા ઉપસ્થિત સૌને આત્મનિર્ભર ભારતનો સંકલ્પ




