અમદાવાદ રાકેશ જોષી
અમદાવાદમાં ઘણા સમય થીઅનાજ માફિયા દ્વારા ગેરકાયદેસર સરકારી અનાજ ની હેરાફેરી થતી હોવાની માહિતી સામે આવી છે
અમદાવાદ ના વાડજ વિસ્તારમાંથી છેલ્લા ઘણા સમય થી સરકારી અનાજ ની હેરાફેરી થતી હોવાની ખાનગીન્યૂઝ ચેનલના પત્રકાર ને માહિતી મળી હતી કે શાસ્ત્રી નગર વિસ્તારમાંથી સરકારી અનાજ ની દુકાન માંથી એક ગાડી ભરાઈ રહી છે જે માહિતી ના આધારે ખાનગી ન્યૂઝ ચેનલ ના પત્રકાર તે દુકાન માં પહોંચતા ચારથી પાંચ ઇસમો સરકારી અનાજ ની દુકાનમાંથી આશરે 40 જેટલા 50 કિલો ના અનાજના કટ્ટા ની પલટી મારીને ગાડી માં ભરવામાં આવતા હતા તે સમયે ખાનગી ન્યૂઝ ચેનલ ના પત્રકાર દ્વારા સમગ્ર કોભાંડ નો પર્દાફાશ કરવામાં આવ્યો હતો અને સ્થાનિક પોલીસ ને બોલાવીને અનાજ માફિયા ગૌતમ પરમાર અને તેમની ટીમ ને વાડજ પોલીસ સ્ટેશને લાવીને સોંપી દેવામાં આવેલ જેનીવધુ તપાસ વાડજ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવશે
ગૌતમ પરમાર
સૂત્રો દ્વારા માહિતી સામે આવી છે કે અનાજ માફિયા ગૌતમ પરમાર વાડજ.વેજલપુર.વાસણા.પાલડી.સરખેજ.ઘાટોડિયા.સોલા. જેવા વિસ્તારમાં આવેલ સરકારી અનાજ ની દુકાનોમાંથી ગેરકાયદેસર સરકારી અનાજ ની ખરીદી કરવામાં આવતી હોવાની માહિતી સામે આવી છે




