Rajkot

સુરેન્દ્રનગર 1500 ના NA કોભાંડ માં સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર ડો રાજેન્દ્ર પટેલ ની કરવામાં આવી ધરપકડ

સુરેન્દ્રનગર 1500 ના NA કોભાંડ માં સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર ડો રાજેન્દ્ર પટેલ ની કરવામાં આવી ધરપકડ
Views: 287
0 0

Read Time:4 Minute, 43 Second

અમદાવાદઃ એડિટર રાકેશ જોષી

સુરેન્દ્રનગર માં જમીન NA કરાવવાના 1500 કરોડ ના કોભાંડ નો પર્દાફાશ સુરેન્દ્રનગરના કલેક્ટર રાજેન્દ્ર પટેલે 10 કરોડની લાંચ લીધાનો ધડાકો, 50% રકમ પોતે રાખતા,
સુરેન્દ્રનગરમાં સામે આવેલા કરોડોના જમીન કૌભાંડ માં તપાસનો દાયરો હવે વધુ વિસ્તરતો જઈ રહ્યો છે. આશરે 1500 કરોડ રૂપિયાનાં જમીન સ્કેમ સાથે જોડાયેલા મામલે સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર મહેન્દ્ર પટેલ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ની તપાસ હેઠળ આવ્યા છે.

ઈડીને મળેલા ડિજિટલ ડિવાઇસમાંથી જે શીટ્સ મળી છે એમાંથી કેવી રીતે જમીન હેતુફેરનું આખું સ્કેમ આચરવામાં આવતું હતું એનો ખુલાસો થયો હતો, જે 10 કરોડનું હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

આ મામલે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, જયરાજસિંહ ઝાલા, મયૂરસિંહ ડી.ગોહિલે ઈડી સમક્ષ આખા કેસના વટાણા વેરી દેતાં નિવેદન રેકોર્ડ કરાવ્યું હતું. આ નિવેદન મુજબ સિસ્ટેમિક ચાલતા જમીન કૌભાંડમાં લાંચનો 50 ટકા હિસ્સો કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલને મળતો હતો, જ્યારે અન્ય અધિકારી એડિશનલ કલેક્ટર ઓઝાને 25 ટકા મળતો હતો. માત્ર એટલું જ નહીં, આ ત્રણેય લોકોએ મુખ્ય સૂત્રધાર અને લાભકર્તા તરીકે કલેક્ટર રાજેન્દ્ર પટેલનું જ નામ લીધું હતું.

કોના કેટલા લેવાના છે તે બાબતે જમીનના હેતુ ફેર માટે જિલ્લા કલેક્ટર અંતિમ નિર્ણય લેતા અને આગળ ની કામગીરી મોરી સાંભળતા

ચંદ્રસિંહ મોરીએ ઇડી સમક્ષ નિવેદન રેકોર્ડ કરાવ્યું હતું કે લાંચનો 50 ટકા હિસ્સો સુરેન્દ્રનગરના જિલ્લા કલેક્ટર ડો.રાજેન્દ્ર કુમાર મહેન્દ્રભાઈ પટેલને આપવામાં આવતો હતો. તેમણે વધુમાં કહ્યું હતું કે આ બધો ‘હિસાબ’ કલેક્ટરના પીએ જયરાજસિંહ ઝાલા રાખતો હતો અને લાંચમાં કલેક્ટરનો હિસ્સો પણ તે જ લઈ જતો હતો અને ડો.રાજેન્દ્ર પટેલ સુધી પહોંચાડતો હતો. જ્યારે કલેક્ટરના પીએ જયરાજસિંહ ઝાલાએ ઈડી સમક્ષ સ્વીકાર્યું કે લાંચનો 50 ટકા હિસ્સો સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર ડો.રાજેન્દ્ર કુમાર પટેલ ને મળતો હતો. આ ઉપરાંત તેણે એ પણ સ્વીકાર્યું કે આ હિસાબની શીટ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર .રાજેન્દ્ર કુમાર પટેલ ને સાથે શેર કરતો હતો. લાંચની રકમ મેજિસ્ટ્રિયલ બ્રાન્ચ અને જિલ્લા કલેક્ટરના જિયોલોજી ડિપાર્ટમેન્ટમાં સ્વીકારવામાં આવતી હતી. કલેક્ટર ઓફિસના ક્લાર્ક મયૂરસિંહ ડી.ગોહિલે ઈડી સમક્ષ કહ્યું હતું કે જમીનના હેતુ ફેર માટે જિલ્લા કલેક્ટર . ડો રાજેન્દ્ર કુમાર પટેલ નો છેલ્લો નિર્ણય લેતા હતા.

રેસિડન્ટ એડિશનલ કલેક્ટર આર.કે. ઓઝાને 25 ટકા રૂપિયા મળતા

જ્યારે ઈડીની પ્રાથમિક તપાસમાં કેટલીક ચોંકાવનારી બાબતો સામે આવી છે, જે મુજબ, 23 ડિસેમ્બરના રોજ સુરેન્દ્રનગરના નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના ઘરેથી સર્ચ દરમિયાન બેડમાં છુપાવેલી 67.50 લાખ રોકડ મળી હતી. આ તપાસ દરમિયાન ચંદ્રસિંહે કહ્યું હતું કે લાંચમાંથી 50 ટકા હિસ્સો જિલ્લા કલેક્ટરને મળતો હતો. 10 ટકા પોતે રાખતો હતો અને બાકીની રકમ અન્ય અધિકારીઓ, જેમ કે રેસિડન્ટ એડિશનલ કલેક્ટર આર.કે. ઓઝાને 25 ટકા મળતા હતા. મામલતદાર મયૂર દવેને 10 ટકા અને ક્લાર્ક મયૂરસિંહ ડી. ગોહિલને 5 ટકા મળતા હતા.
હવે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર .રાજેન્દ્ર કુમાર પટેલ ના નિવાસ સ્થાને તપાસ નો ધમધમાટ 🆔 એ સરું કરી દીધું છે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *