અમદાવાદ એડિટર રાકેશ જોષી
અમદાવાદ માં ભ્રષ્ટાચાર વધુ થતા હોય તો તે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન amc માં કોઈ એવો વિભાગ નઈ હોય જ્યાં ભ્રષ્ટાચાર ચાલતો ન હોય દરેક વિભાગ ના અધિકારીઓ એ પ્રજા પાછળ વાપરવાના રૂપિયા પોતાની તિજોરી માં ભરી રહ્યા છે ભલે એ પછી માણસ ના મરણ ના કેમ ના હોય
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માં આવતા ફડ વિભાગ માં છેલ્લા દસ એક વર્ષ થી ડો ભાવિન જોષી ફરજ નિભાવી રહ્યા છે અને આ દસ વર્ષ માં અનેક IAS અધિકારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માં આવ્યા છે જેમાં અનેક પ્રમાણિક અને કડક અધિકારીઓ એ પોતાની જવાબદારી નિભાવી છે તો આ દસ વર્ષ માં ફૂડ વિભાગ ના ડો ભાવિન જોષી કેમ આ અધિકારીઓ ને ના દેખાયા અને હવે અચાનક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના કમિશનર ને ડો ભાવિન જોષી દેખાયા સૂત્રો દ્વારા એપણ માહિતી સામે આવી છે કે અગાઉ અનેક ફરિયાદો ડો ભાવિન જોષી ના વિરુદ્ધ માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માં કરવામાં આવી છે કેમ ત્યારે તેમની બદલી નોતી કરવામાં આવી ?
સૂત્રો દ્વારા એવી પણ માહિતી સામે આવી છે કે ડો ભાવિન જોષી ના છેડા ગાંધીનગર સુધી હોવાથી તેમની બદલી કરવામાં નોતી આવતી અને દર વર્ષે ડો ભાવિન જોષી ગાંધીનગર સીટ ગરમ કરાવી ને આવી જતા પણ આ વખતે નવી સરકાર રચાતા તેમના છેડા ટૂંકા પડ્યા હોય તેવું લાગી રહ્યું છે અને જેથી amc ના અનેક અધિકારી અંદરો અંદર ખુશ જોવા મળી રહ્યા છે
ડો ભાવિન જોષી ની જગ્યા એ ડો તેજસ શાહ ને મૂકવામાં આવ્યા છે જેઓ અગાઉ દક્ષિણ ઝોન માં ફરજ નિભાવતા હતા ત્યાર બાદ જન્મ મરણ વિભાગ માં પ્રશ્ન એ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર ને બીજા કોઈ પ્રમાણિક અધિકારી દેખાતા નથી ? આતો એવું થયું એક ગો નિકાળી ને બીજી ગો ઘાલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના કમિશનર ને હજુ વિચારી ને પગલા લેવાની જરૂર છે




