અમદાવાદ કિશોર ભાઈ જોષી ની કલમે
કિશોર ભાઈ જોશી
પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ ( પૂર્વ)
દૂરદર્શન કેન્દ્ર,
અમદાવાદ
ગુજરાતની લોક કળાઓ અને લોક કલાકારોને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડનારા લોકપ્રસિદ્ધ લોકકલા પ્રચારક, લેખક, સંશોધક, ગુજરાત લોકકલા ફાઉન્ડેશનના સ્થાપક, રાષ્ટ્રીય અકાદમીના ઉપાધ્યક્ષ પદ્મ શ્રી જોરાવરસિંહ જાદવ સાહેબનું નિધન સમગ્ર ગુજરાત માટે આઘાતના સમાચાર છે. લોકકળાના ચાહકો, લોકસાહિત્યકારો અને ગુજરાતને આપની ચિરવિદાયથી સમાજના એક પ્રખર આગેવાન, મોભી તરીકેની મોટી ખોટ પડી છે. છેવાડાના માણસ સુધી પહોંચી તેમની કલાને વિશ્વ સ્તરે આપે પોંખાવી ગુજરાતનું ગૌરવ વધાર્યું. લોકકળા અને લોકસાહિત્ય માટેનું આપનું પ્રદાન અમૂલ્ય છે.આપનું યોગદાન, કાર્યો સદૈવ લોકસાહિત્ય જગતને પ્રેરણા આપતા રહેશે. ઈશ્વર આપની આત્માને શાંતિ આપે. વંદન.પ્રણામ.
शतेषु जायते शूरः सहस्रेषु च पंडितः। वक्ता दशसहस्रेषु दाता भवति वा न वा ।।સેંકડોમાં કોઈ શુરવીર જન્મે છે, હજારોમાં કોઈ વિદ્વાન પંડિત જન્મ લે છે, દસ હજારે કોઈ સારો વક્તા જોવા મળે છે તો દાનવીર પુરુષ તો લાખોમાં એક જોવા મળે છે જોરાવરસિંહ જાદવ વિશે જ્યારે વિચારીએ તો શુરવીર, જ્ઞાની,વક્તા અને દાનવીરનું એક અનોખું સંમિશ્રણ જોવા મળે છે. એમનો જન્મ શુરવીર કહી શકાય એવી જ્ઞાતિમાં થયો, લોકકલા ફાઉન્ડેશનનુ કાર્ય શુરવીરની જેમ જ પાર પાડ્યું, લોકસાહિત્ય અને લોકકલાના મર્મી અને જ્ઞાની એટલે કે દ્રષ્ટિસંપન્ન લોકવિદ્યાવિદ્ તરીકે એમની એક વિશેષ ઓળખ છે, વક્તા તો તેઓ છે જ પણ દાનવીર કેમ…?તો લોકકલા અને લોકસંસ્કૃતિના વાહકો કહી શકાય એવા અસંખ્ય લોકકલાકારોને એમણે દુનિયા સામે પ્રકાશિત કર્યા. વિદ્યાદાન સૌથી ઉત્તમ ગણાયું છે. કોઈને પ્રતિષ્ઠિત કરવા એ પણ એક પ્રકારનું દાન જ ગણાય. ગુજરાત લોકકલા ફાઉન્ડેશનના માધ્યમથી અસંખ્ય લોકકલાકારોના સંઘર્ષનો થાકોડો ઉતારીને જોરાવરસિંહ જાદવે સમાજમાં પ્રતિષ્ઠિત કર્યા છે.રાજસ્થાનની કાલબેલિયા નૃત્યકાર ગુલાબોને જોરાવરસિંહ જાદવે પુષ્કરના મેળામાંથી શોધી અને એ વિશ્વમાં એટલી પ્રસિદ્ધ થઈ કે પદ્મશ્રી ગુલાબો તરીકે પ્રતિષ્ઠિત થઈ. જોરાવરસિંહ જાદવને તો ગુલાબો પછી પદ્મશ્રીનુ સન્માન મળ્યું…!૧૯૮૦ માં હું ગુજરાત સ્ટેટ કો.ઓપરટિવ કોટન માર્કેટીંગ ફેડરેશનમાં ફેડરેશનના જનરલ મેનેજર અને કપાસ મેગેઝિન અને વિકલી બૂલેટિનના તંત્રી શ્રી દિલિપસિંહ ઝાલાના સહાયક તરીકે જોડાયો ત્યારે સૌપ્રથમ મને જોરાવરસિંહ જાદવનો પરિચય થયો. તેઓ ગુજરાત રાજ્ય સહકારી સંઘમાં મુખ્ય અધિકારી તરીકે ફરજ બજાવતા. અને અવારનવાર દિલિપસિંહ ઝાલાને ફેડરેશન પર મળવા માટે આવતાં.૧૯૮૨ માં હું આકાશવાણીનાં વડોદરા કેન્દ્ર પર જોડાયો અને ત્યારપછી દૂરદર્શન કેન્દ્ર અમદાવાદ પર આવ્યો ત્યારથી જોરાવરસિંહ જાદવ સાથેનો સંબંધ તંતુ ફરી જોડાયો. એમની સાથેનાં હુંફાળા પારિવારીક સંબંધોથી અમે એક પુલકિત વૃદ્ધિનો કાયમ અનુભવ કર્યો છે.સૌરાષ્ટ્રમાં જવાનું થાય તો અમદાવાદથી ૧૧૦ કિ.મી.ના અંતરે તગડી નામના ગામમાં ૧૫૦ વર્ષ કરતા પણ વધુ પુરાણી એવી મહાપ્રભુજીની બેઠક વૈષ્ણવ સંપ્રદાયમા ખૂબ જ પ્રતિષ્ઠિત છે. આ તગડીથી માત્ર છ કિલોમીટરના અંતરે ધંધુકા તાલુકાનું આકરું એ જોરાવરસિંહ જાદવનું વતન.ગામનું નામ ભલે આકરું હોય પણ જોરાવરસિંહ જાદવ તો એકદમ મૃદુભાષી અને સૌમ્ય વ્યક્તિત્વ છે.તગડીની મહાપ્રભુજીની બેઠક જેમ વૈષ્ણવોમાં પ્રિય છે એવું જ સ્થાન ગુજરાતનાં લોકકલાકારો માટે ૧૭ નવેમ્બર ૨૦૨૪ ના રોજ #વિરાસત_મ્યુઝિયમ તરીકે જોરાવરસિંહ જાદવના વતન આકરુમા આકાર લઈ ચૂક્યું છે. આ #વિરાસત_મ્યુઝિયમના સ્વપ્નદ્રષ્ટા એવા જોરાવરસિંહ જાદવ સંગીત નાટક અકાદમી ન્યુ દિલ્હીનાં ઉપાધ્યક્ષ છે, પણ આ સ્થાનનો લેશમાત્ર ભાર એમનાં વ્યવહારમાં જોવા નહીં મળે. એમનું મસ્તક કાયમ સ્થિર જ રહે છે.સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિનાં સંવર્ધનનો અવિરત પુરુષાર્થ કરનાર ઝવેરચંદ મેઘાણી, અને જયમલ્લભાઈ પરમારની ઉજ્જવળ પરંપરાના આધુનિક વાહક એવા #જોરાવરસિંહ_જાદવે_આજે #ચિરવિદાય_લીધી_છે.આપનું સ્મરણ કાયમ રહેશેશ્રદ્ધાસુમન 😥🙏……!!!!પરોણા જાદવ પેખતા, જેના દલમાં છૂટે દોર,એવા તો સમ કરમી કોકના ગુણ ગાવે કવિ ઓર – કવિ અંબુ
શુભ મંગલ સમાચાર તંત્રી રાકેશ ભાઈ જોષી
નિધિ વોરા ક્રાઇમ જર્નલિસ્ટ




