એડિટર રાકેશ જોષી
મહેસાણાના કડી માર્કેટ યાર્ડ માં મોટા પાએ ગરીબો ના હક નું સરકારી અનાજ ની ખરીદી થતી હોવાની માહિતી મળી હતી જે માહિતી ની તપાસ કરતા સામે આવેલ કે મહેસાણાના કડી માર્કેટ યાર્ડ માં જય યોગેશ્વર ટ્રેડિંગ નામની પેઢી આવેલી છે જેના માલિક જેઢુભા છે અને તેઓ અમદાવાદ ગાંધીનગર કલોક ના અનાજ માફિયા ઓ પાસેથી રોજ નું લાખો રૂપિયાનું સરકારી અનાજ ની ખરીદી કરી રહ્યા છે જે માહિતી ના આધારે અગાઉ અન્ન નાગરિક પુરવઠા વિભાગ ગાંધીનગર ખાતે સચિવ શ્રી ને ફરિયાદ કરતા ગાંધીનગર થી યોગેશ્વર ટ્રેડિંગ માં રેડ કરવામાં આવેલ જેમાં 80 થી 90 લાખ રૂપિયાનો સરકારી અનાજ નો જથ્થો ઝડપાયો હતો અન્ન નાગરિક પુરવઠા વિભાગ ના અધિકારીઓ ની તપાસ માં એવું પણ સામે આવ્યું હતું કે અધિકારી યો પણ ચોકી ગયા હતા યોગેશ્વર ટ્રેડિંગ માંજે બાદ ફરીથી રાકેશ જોષી ને માહિતી મળતા ફરી એક વાર અન્ન નાગરિક પુરવઠા વિભાગ ગાંધીનગર ના અધિકારીઓ ને જાણ કરતા અધિકારીઓ દ્વારા રેડ કરવામાં આવી હતી જેમાં 22 લાખ રૂપિયાનો ગેરકાયદેસર સરકારી અનાજ નો જથ્થો ઝડપાયો હતો જય યોગેશ્વર ના માલિક જેઢુભા સરકારી અનાજ ની ખરીદી કરવાનું ટેવાઈગયેલા હોવાથી તેઓ એ સરકારી અનાજ ની ખરીદી કરવાનું ચાલુ રાખતા અન્ન નાગરિક પુરવઠા વિભાગ ગાંધીનગર ખાતે સચિવ શ્રી ને ફરિયાદ કરતા APMC માં આવેલી દુકાન નંબર 15 અને 17 પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન, દુકાન માલિક દ્વારા ગેરકાયદેસર રીતે મેળવવામાં આવેલો અને સંગ્રહ કરવામાં આવેલો સરકારી અનાજનો જંગી જથ્થો મળી આવ્યો હતો.
જેમાં 18,460 કિલો ચોખા, 1,414 કિલો છૂટક ઘઉં-ચોખા, 13,375 કિલો ઘઉં સાથે આઈશર ગાડી અને ટેમ્પો કબ્જે કર્યા છે.આ ગેરકાયદેસર સંગ્રહ અને કાળા બજારના મામલે કડી મામલતદાર દ્વારા તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દુકાન માલિક સોલંકી જેઠુભા દીપસિંહ સામે સરકારી અનાજ ગેરકાયદેસર રીતે મેળવીને દુકાનમાં રાખવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.સરકારી અનાજનો જથ્થો જરૂરિયાતમંદો સુધી પહોંચવાને બદલે બારોબાર APMC ની દુકાનોમાં સંગ્રહ થતો હોવાનો આ પર્દાફાશ દર્શાવે છે કે રાહતદરના અનાજના કાળા બજારનું નેટવર્ક હજી પણ સક્રિય છે, જેને તોડી પાડવા માટે તંત્રએ વધુ કડક પગલાં લેવા જરૂરી છે.
હજુ પણ કડી માર્કેટ યાર્ડ માં મોટી માત્રામાં સરકારી અનાજ ની ખરીદી થતી કરતા હોવાનું સામે આવ્યું છે




