એડિટર: રાકેશ જોષી
મહાનગર ભારતીય જનતા યુવા મોરચા ધ્વારા ટાઉન હોલ, આશ્રમરોડ ખાતે રાહુલ ગાંધી તેમજ કોંગ્રેસનો ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રાહુલ ગાંધીનું પુતળા દહન કરવામાં આવ્યું.
દરભંગા બિહાર ખાતે રાહુલ ગાંધીની રેલીમાં દેશના સન્માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તેમજ તેમના સ્વર્ગીય માતા વિશે જે નિમ્ન અને અભદ્ર શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે તેને વખોડતા કર્ણાવતી મહાનગર ભારતીય જનતા યુવા મોરચા દ્વારા આજરોજ ટાઉનહોલ, આશ્રમરોડ ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો અને કોંગ્રેસ ની સામે આક્રોશ ઠાલીયો હતો મહાનગર અધ્યક્ષશ્રી પ્રેરકભાઈ શાહે એ જણાવ્યું હતું કે રાહુલ ગાંધી તેમજ કોંગ્રેસના કાર્યકરો રાજનીતિમાં ભાન ભૂલીને હવે નિમ્ન કક્ષાનું રાજકારણ કરતા થયા છે. દેશના સન્માનનીય પદ એવા પ્રધાનમંત્રીશ્રીની ગરીમા ન જાળવીને તેમજ તેમની સ્વર્ગીય માતા વિશે જે અભદ્ર શબ્દોનો પ્રયોગ કર્યો છે તે નિમ્ન માનસિકતા દર્શાવે છે. આજે સમગ્ર દેશવાસીઓ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જોડે લાગણીથી જોડાયેલા છે ત્યારે સમગ્ર દેશવાસીઓની લાગણી દુભાણી છે. ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાની માંગણી છે કે રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રીશ્રી તેમજ તેમની સ્વર્ગીય માતાની માંફી માંગવી જોઈએ.
આ વિરોધ પ્રદર્શનમાં “રાહુલ ગાંધી માંફી માંગે”, “પ્રધાનમંત્રી કા યે અપમાન નહીં સહેગા હિન્દુસ્તાન” તેમજ “હાય રે કોંગ્રેસ હાય હાય” જેવા નારા લગાવી અને રાહુલ ગાંધીના પુતળાને દહન કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
આજના વિરોધ પ્રદર્શનમાં અમદાવાદ પશ્ચિમના સાંસદશ્રી દિનેશભાઈ મકવાણા, મહાનગર યુવા મોર્ચા અધ્યક્ષશ્રી વિનયભાઈ દેસાઈ, મહાનગરના સૌ હોદ્દેદારશ્રીઓ તેમજ યુવા મોરચાના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.




