Uncategorized

અમદાવાદ શહેર પોલીસ ફરી વિવાદ# માં આવી ખોખરા પોલીસ સ્ટેશન ના કર્મચારી દ્વારા મોટા ખુલાસા #

અમદાવાદ શહેર પોલીસ ફરી વિવાદ# માં આવી ખોખરા પોલીસ સ્ટેશન ના કર્મચારી દ્વારા મોટા ખુલાસા #
Views: 192
0 0

Read Time:6 Minute, 35 Second

એડિટર રાકેશ જોષી

પોલીસ સ્ટેશન ચલાવતા ‘વહીવટદારો’? – ખોખરા પોલીસ સ્ટેશનની અંદરથી મોટો ખુલાસો

અમદાવાદ, પ્રતિનિધિ
રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી વારંવાર કાયદો અને ન્યાયની વાત કરે છે, પરંતુ તાજેતરમાં એક ખાનગી ન્યૂઝ ચેનલ પર ગુજરાત પોલીસ ના કર્મચારી દ્વારા કરાયેલા ખુલાસાએ પોલીસ તંત્રની અંદર ચાલતા વહીવટદારોના રાજ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.

પોલીસ સ્ટેશનોમાં અધિકારીઓ કરતાં વહીવટદારોની ચાલ વધુ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલ ખોખરા પોલીસ સ્ટેશનની વાત કરીએ તો અહીં વર્ષોથી ફરજ બજાવતા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર (ASI) જેન્તીભાઈ ચૌહાણે પોતાની વ્યથા ખુલ્લેઆમ જાહેર કરી છે તેમને ઘણા ઉતારચઢાવ જોયા છે અહીં વાત કરવી છે જય વીરુ ની એટલે કે જય જેઓ ની નોકરી ગુજરાત ના પોલીસ ચોપડે કે કંપની માં બોલે છે અને વીરુ એટલે કે પિયુષ દેસાઈ જેની નોકરી ડાંગ આહવા માં બોલે છે પણ બન્ને જણા પૂર્વ વિસ્તારના પોલીસ સ્ટેશનો માં બેસીને નોકરી કરે છે એટલે કે બન્ને બાજુ લાડવા


કોન્સ્ટેબલ જય અને પિયુષ દેસાઈનું નેટવર્ક એટલું મજબૂત છે કે જે કોઈપણ સામે પડે એટલે તેની જિલ્લા બાર બદલી થાય કે પછી કંટ્રોલ રૂમ માં


ચૌહાણે આક્ષેપ કર્યો છે કે કોન્સ્ટેબલ જય તેમને કઠપૂતળીની જેમ નચાવતો હતો. ખોખરા પોલીસ સ્ટેશનના PI એમ.એમ. પંચાલ પણ જયના દિવાના હતા કારણ કે તે “કમાઉ દીકરો” ગણાતો જેથી પીઆઇ જ્યારે પણ સવારે પોલીસ સ્ટેશન આવે ત્યારે જય ને સાથે પોતાની ગાડી માંજ લઈને આવે અને પોતાની ચેમ્બર માં બેસાડી ને સમગ્ર પોલીસ સ્ટેશન ચલાવતો
પિયુષ દેસાઈ ની વાત કરવામાં આવેતો તે ડીસીપી અને સેક્ટર બે ના વહીવટ કરતો એટલે તે નું નેટવર્ક મજબૂત હતું જેથી
જય અને તેનો સાથી પિયુષ દેસાઈ ઉપલા અધિકારીઓ ના આશીર્વાદથી ખોખરા પોલીસ સ્ટેશનમાં ખોટી અરજીઓ ઉભી કરીને તોડપાણી વસૂલાત કરવામાં આવતી. જો કોઈ વિરોધ કરે તો તેને આખી રાત પોલીસ સ્ટેશનમાં બેસાડવામાં આવતો અથવા ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપવામાં આવતી.
ચૌહાણના જણાવ્યા મુજબ, PIના ચેમ્બરનાં CCTV લાગેલા તે પણ જય એ બંધ કરાવી દીધા હતા જેથી સમગ્ર ગતિવિધિ ગુપ્ત રહી શકે. અને કોઈ ને કસી ખબર ના પડે જ્યારે એક અરજી જય દ્વારા કરવામાં આવી ત્યારે સામા વાળા ને સેટલમેન્ટ માટે બોલાવીને રૂપિયાની કન્ડીશન નક્કી કરવામાં આવી ત્યારે જય એ એક તેના ખાનગી માણસ ને રૂપિયા લેવા મોકલ્યો ત્યારે જય ની રાહ જોતી ACB ( એન્ટી કરપ્શન બ્યુરો) ના તે સમયે એન્ટી કર્પ્શન બ્યુરો (ACB)એ જય વિરુદ્ધ ફંદો ગોઠવ્યો. પરંતુ જયના બદલે તેનો ખાનગી માણસ તોડપાણી લેતા રંગેહાથ ઝડપાયો. તે ખાનગી વ્યક્તિ નું હોસ્પિટલ માં સારવાર દરમિયાન મૃત્યુ પામી ગયો, અને આ ઘટના જય માટે ઢાલ બની ગઈ અને જય એ દોષ નો ટોપલો ACB ના માથે નાખી દીધો અને ACB ની કસ્ટડીમાં માર મારવાથી મોત થયું છે તેવા આક્ષેપો ACB ના ઊંચ અધિકારી યો ની સામે કરવા લાગ્યો જેના પરિણામે, ACBએ પણ તેની સામે કાર્યવાહી બંધ કરી દીધી. જે બાદ ફરીથી જય નું નેટવર્ક ચાલુ થઈ ગયું અને ફરીથી જેન્તી ભાઈ ને અરજીઓ ના કામે લગાવી દીધા જેન્તી ભાઈ ની નોકરીના છેલ્લા બે વર્ષ બાકી હતા તે નોતા ઇચ્છતા કે મારી કારકિર્દીમાં કોઈ દાગ લાગે એટલે તેમને પોતાના બચાવ માટે
જેન્તીભાઈએ પહેલા PI રબારીને રજૂઆત કરી. રબારીએ જયને ચેતવણી આપી હતી કે જેન્તી ભાઈ જે કામ કરે તે કામ તેમને કરવા દેજે જે બાદ જેન્તી ભાઈ ને શાંતિ લાગવા મળી પણ જેન્તી ભાઈ ને ક્યાં ખબર હતી કે આ શાંતિ ટૂંક સમય માટે જ છે પીઆઇ રબારી ની બદલી થતાં અને તેમની જગ્યા એ એમ એમ પંચાલ આવતા ફરીથી ચૌહાણ પર દબાણ વધ્યું. અને જેન્તી ભાઈ ચૌહાણ ને બોલાવી ને કીધું કે જય જે પણ કે તે તમારે કરવાનું છે
પછી જેન્તી ભાઈ ચૌહાણે હિંમત કરી સીધા અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિકને મળીને સમગ્ર હકીકત જણાવી. કમિશનરે તપાસનું આશ્વાસન આપ્યું, પરંતુ થોડા જ દિવસોમાં ચૌહાણની બદલી કંટ્રોલ રૂમમાં કરી દેવામાં આવી.

નિવૃત્તિ સુધીના માત્ર બે વર્ષ બાકી રહેલા જેન્તી ભાઈ ચૌહાણે ચિંતા વ્યક્ત કરી છે કે જો આવા ગોટાળા ચાલુ રહેશે તો તેમની પ્રતિષ્ઠા પર દાગ લાગી શકે છે.
ખોખરા પોલીસ સ્ટેશનની આ ઘટનાઓે સાબિત કર્યું છે કે તંત્રની અંદર વહીવટદારો કેટલા શક્તિશાળી બની ગયા છે. હવે આખા મામલે નજર રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી પર છે.

સરકારનો નારો છે – “કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો”. પરંતુ સવાલ એ છે કે કાયદાનો અમલ પોલીસ સ્ટેશનોની અંદર થશે કે નહીં? અને સૌથી મહત્વનું, શું ASI જેન્તીભાઈ ચૌહાણને ન્યાય મળશે?

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *